ઉદયપુરમાં CREDAI Gujaratની AGM અને ‘Youth Con 2026’ યોજાઈ, મેવાડના રાજવી રહ્યા ઉપસ્થિત

ઉદયપુર| Built India Digital
ઉદેપુરમાં યોજાયેલા CREDAI Gujarat દ્વારા વર્ષ 2025-26ની વાર્ષિક સામાન્ય સભા (AGM) અને ‘Youth Con 2026’માં ગુજરાતના 32 શહેરોના પ્રતિનિધિઓ, પાંચ ઝોનના હોદ્દેદારો તેમજ 250થી વધુ અગ્રણી ડેવલપર્સ અને યુવા બિલ્ડર્સે ભાગ લીધો હતો.

નોંધનીય છે કે, ઉદયપુરની રાજવી વિરાસત, મેવાડની સમૃદ્ધ પરંપરા અને આધુનિક યુવા નેતૃત્વ કરનાર અને યુવાઓના આઈકોન શ્રીમાન રાજા લક્ષ્યરાજ સિંહ મેવાડ ક્રેડાઈ ગુજરાતની વાર્ષિક સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

‘Youth Con 2026’ દરમિયાન રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં થઈ રહેલા આધુનિક બદલાવો, નવી ટેકનોલોજી, સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન અને શહેરી વિકાસના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. યુવા બિલ્ડર્સ અને ડેવલપર્સને એકબીજા સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવાની તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નવીન ટેકનોલોજી અને બદલાતા ટ્રેન્ડ્સ અંગે જાણકારી મેળવવાની તક મળી હતી.

આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શુભેચ્છા સંદેશ આપતાં જણાવ્યું હતું કે, ‘Youth Con 2026’ યુવા ડેવલપર્સને નવી દિશા અને પ્રેરણા આપશે તેમજ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપશે. વધુમાં સંદેશમાં જણાવ્યું હતું કે, “ગુજરાત આજે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ અને આધુનિક બાંધકામ ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યના સુનિયોજિત અને સર્વાંગી શહેરી વિકાસમાં CREDAI Gujarat તથા તેની સાથે જોડાયેલા યુવા ડેવલપર્સ અને ઉદ્યોગસાહસિકોનું યોગદાન અત્યંત સરાહનીય છે.”
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



