Client Associates Report: ગુજરાત રોકાણ રેન્કિંગમાં મોખરે, દેશના 5 GDP યોગદાનકાર રાજ્યોમાં પ્રથમ સ્થાન
વેલ્થ મેનેજમેન્ટ કંપની Client Associates દ્વારા જાહેર કરાયેલા વ્હાઇટ પેપર અનુસાર, ગુજરાત દેશના સૌથી મજબૂત આર્થિક પ્રદર્શન કરનાર રાજ્યોમાં સામેલ થયું છે. રાજ્યએ દેશના કુલ GDPમાં ટોચના પાંચ યોગદાન કાર રાજ્યોમાં સ્થાન મેળવ્યુંછે તેમજ રોકાણ તૈયારી(Investment Readiness) રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલકર્યું છે.
રિપોર્ટ મુજબ, ગુજરાત સાથે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટક મળીને FY25 દરમિયાન ભારતના કુલ GDPમાં લગભગ 48 ટકા યોગદાન આપ્યું છે. દેશની આ પાંચ સૌથી મોટી રાજ્ય આર્થિક વ્યવસ્થાઓ ભારતના આર્થિક વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે, જે વિકાસ થોડાક રાજ્યોમાં કેન્દ્રિત હોવાનો સંકેત આપે છે.
FY25 દરમિયાન ભારતનું નોમિનલ GDP ₹340.7 લાખ કરોડને પાર ગયું હતું, જેના કારણે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. આ સમયગાળામાં દેશનો વાસ્તવિક GDP વૃદ્ધિદર 7.1 ટકા નોંધાયો હતો. જોકે, રિપોર્ટમાં દેશના મજબૂત વિકાસ છતાં વિવિધ રાજ્યો વચ્ચે નોંધપાત્ર અસમાનતા હોવાનોઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મુખ્યમુદ્દાઓમાંગુજરાતેસંયુક્તરોકાણતૈયારીરેન્કિંગમાંકર્ણાટક, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશને પાછળ છોડી પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજ્યનીમજબૂતસ્થિતિપાછળ2.7 ટકાનોનીચોબેરોજગારીદર, વૈવિધ્ય સભર ઔદ્યોગિક માળખું અને મજબૂત નાણાકીય વ્યવસ્થાપનને જવાબદાર ગણાવવામાં આવ્યું છે.
ગુજરાતે દેશના સૌથી ઓછા નાણાકીય ખાધ (Fiscal Deficit) ધરાવતા રાજ્યોમાં પણ સ્થાન જાળવ્યું છે, જે GDPના માત્ર1.86 ટકા જેટલું રહ્યું હતું. આ રાજ્યની નાણાકીય સ્થિરતા અને સુશાસનની શક્તિ દર્શાવે છે.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે FY25 દરમિયાન ભારતમાં ₹4.22 લાખ કરોડના વિદેશી સીધા રોકાણ(FDI) ઇક્વિટી પ્રવાહ આવ્યા હતા, જે અગાઉના વર્ષની સરખામણીએ 14.7 ટકા વધારે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, દિલ્હી અને તમિલનાડુએ મળીને કુલ FDI પ્રવાહના 83.3 ટકા આકર્ષ્યા હતા, જે ગુજરાતને દેશના અગ્રણી રોકાણ ગંતવ્ય તરીકે વધુ મજબૂત બનાવે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



