Civil EngineersInfrastructureNEWS

GIFT સિટીમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનનો દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો

અમદાવાદ: Built India Media:ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન ગુજરાતની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની એમએસ ખુરાનાના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં એસોસિએશનના તમામ હોદ્દેદારો અને સભ્યો મોટીસંખ્યામાં પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીસીએના પ્રેસિડન્ટ નવીનચંદ્ર વસોયાએ પ્રાસંગિક ઉદ્ધબોધન આપીને તમામ હોદ્દેદારો અને સભ્યોના પરિવારોને નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓ પાઠવી હતી.

તો, જીસીએના પૂર્વ પ્રેસિડન્ટ અને પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના સીએમડી અરવિંદ પટેલે, દિવાળીની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આંતરિક હરિફાઈથી દૂર રહીને સંપીને બિઝનેસ કરવાની હિમાયતી કરી હતી.

આ ઉપરાંત, તેમણે આગામી સમયમાં અમદાવાદમાં નિર્માણ પામનાર ગુજરાત કોન્ટ્રાક્સ્ટર્સ એસોસિએશનના ભવન માટે સૌના સહકારની અપીલ કરી હતી.

આ પ્રસંગે, જીસીએના પૂર્વ પ્રમુખ કે.કે. પટેલ, પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડના સીએમડી પી.એસ. પટેલ, રાજકમલ બિલ્ડર્સના ચેરમેન એમ.બી. પટેલ, આર્યન ટ્રાયએંગલના સીએમડી કિશોર વિરામગામા, કતિરા કન્સ્ટ્રક્શનના સીએમડી, કિર્તી ઠક્કર, શાંતિ કન્સ્ટ્ક્શનના સીએમડી મનસુખ દેવાણી, એમકેસી ગ્રુપના સીએમડી અરુણ બાંભણિયા, ડીઆર અગ્રવાલ ગ્રુપના અગ્રવાલના સીએમડી જગદીશચંદ્ર અગ્રવાલ, દિનેશચંદ્ર અગ્રવાલ, આષિશ કન્સ્ટ્રક્શનના સીએમડી આશિષ પટેલ, કલથિયા ગ્રુપના સીએમડી હિતેશ કલથિયા સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close