GovernmentInfrastructureNEWSPROJECTS

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે, 6000 કરોડના વિકાસના કામોનું કરશે ખાતમુર્હૂત-લોકાર્પણ  

આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોતાના પ્રવાસની શરુઆતમાં જ ગાંધીનગરના કોબા ગામમાં મહાવીર સ્વામી જૈન આરાધના કેન્દ્રમાં નવનિર્મિત સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્દઘાટન કરશે. જેમાં સાત અલગ અલગ ગેલેરી છે જેમાં દુર્ભલ કલાકૃતિઓ અને પ્રાચીન પાંડુલિપીઓ રાખવામાં આવશે. તેમજ સમ્રાટ અશોકના જૈન ધર્મ અને અહિંસાના સિદ્ધાંતના પ્રચાર અંગે માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે.

ત્યારબાદ, વડાપ્રધાન મોદી ગુજરાતનો નવરચિત થરાદ જિલ્લા ખાતે, જનરેલીનું સંબોધન કરશે અને તે દરમિયાન તેઓ 6000 કરોડના વિકાસના કામોનું વર્ચુઅલ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં હિંમતનગર-ખેડબ્રહ્મા નવી રેલ્વે લાઈન, 482 કરોડના ખર્ચ નિર્માણ પામનાર 55 કિલોમીટર લાંબી રેલ્વેલાઈન, જેનાથી સાબરકાંઠાની કનેક્ટવિટી અમદાવાદ અને ઉદયપુર સાથે સુચારુ બનશે.

ઉપરાંત, ગુજરાતભરમાં 5295 કરોડ 44 શહેરી વિકાસ પરિયોજનાઓની આધારશિલા મુકશે. જે પૈકી સૌથી મોટો ભાગ અમદાવાદ(4640 કરોડ)નો છે. જેમાં માળખાકીય વિકાસ, જલ નિકાસી પ્રણાલી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સમાવેશ થાય છે.

તેમજ પોતાના માદરે વતન વડનગરમાં હેરિટેજ ટાઉન અને બ્યૂટીફિકેશન પ્રોજેક્ટનું ઉદ્દઘાટન પણ કરશે. પાટણમાં એક રેલ્વે ઓવરબ્રિજનું પણ ઉદ્દઘાટન કરશે. આ રેલ્વે ઓવરબ્રિજના ખુલ્લો મૂકવાથી અંદાજે, 2 લાખ કરતાં વધારે વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close