GovernmentNEWS

કેન્દ્રનો મોટો નિર્ણય, ગુજરાત કેડરના IASની 313 કુલ અધિકૃત સંખ્યામાં વધારો કરીને 328 કર્યા, વધારાથી રાજ્યમાં વહીવટી કાર્યક્ષમતા બનશે મજબૂૂત

ગુજરાતના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવતા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. Ministry of Personnel, Public Grievances and Pensions હેઠળના Department of Personnel and Training (DoPT) દ્વારા જાહેર કરાયેલા Indian Administrative Service (Fixation of Cadre Strength) Third Amendment Regulations, 2026 મુજબ ગુજરાત કેડરના IAS અધિકારીઓની કુલ અધિકૃત સંખ્યા 313માંથી વધારી 328 કરવામાં આવી છે.

આ નિર્ણય, રાજ્યમાં વધતી શાસકીય જવાબદારીઓ, ઝડપી શહેરીકરણ અને વિકાસ પ્રોજેક્ટોને ધ્યાનમાં રાખીને આ વધારો કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

178 સિનિયર ડ્યૂટી પોસ્ટ- ટોચના પદોને મજબૂતી

સુધારેલા માળખા મુજબ રાજ્ય સરકાર હેઠળ 178 પદોને સિનિયર ડ્યૂટી પોસ્ટ તરીકે નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં ચીફ સેક્રેટરી-1, એડિશનલ ચીફ સેક્રેટરી-5, પ્રિન્સિપલ સેક્રેટરી-9, સેક્રેટરી ટુ ગવર્નમેન્ટ-17 ની સંખ્યામાં કરવામાં આવી છે. આ ઉપરાંત ચીફ ઈલેક્ટોરલ ઓફિસર-1 અને રાજ્યપાલના પ્રિન્સિપલ સેક્રેટરી-1 જેવા બંધારણીય પદોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના ચીફ ઈલેક્શન ઓફિસર તરીકે, 2007 ગુજરાત બેચના IAS ઓફિસર સંદીપ સાંગલેની નિમણૂંક કરવામાં આવી છે. નોંધનીય છે કે, સંદીપ સાંગલે ગુજરાત સ્પોર્ટસ્ ઓથોરિટીના જનરલ ડાયરેક્ટર તરીકેની ફરજ બજાવતા હતા. હવે તેઓ હારિત શુકલાની જગ્યા પર મૂકવામાં આવ્યા છે.

ગ્રામ વિકાસ, ઉદ્યોગ, આરોગ્ય, પરિવહન, મહિલા અને બાળ વિકાસ, ઉચ્ચ શિક્ષણ, આદિજાતિ વિકાસ, મજૂર, માહિતી, રાહત અને ટેકનિકલ શિક્ષણ જેવા વિભાગોમાં કમિશનર સ્તરના પદો પણ નિર્ધારિત કરાયા છે.

મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનર પદોની વ્યવસ્થા

રાજ્યના મુખ્ય શહેરોમાં મ્યુનિસિપલ કમિશનર માટે પદો ફાળવાયા છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જૂનાગઢ, જામનગર અને ભાવનગર માટે સંયુક્ત પદો તથા છ રીજનલ/ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પદો ફાળવાયા છે. જિલ્લા

વહીવટી યથાવત્ મજબૂત

જિલ્લા વહીવટી માળખામાં 33 કલેક્ટર અને 33 જિલ્લા વિકાસ અધિકારી (DDO) પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા સ્તરે વિકાસ અને કાયદો-વ્યવસ્થા સંભાળવા આ પદો મહત્વપૂર્ણ છે.

ડેપ્યુટેશન અને રિઝર્વ જોગવાઈ

  • સેન્ટ્રલ ડેપ્યુટેશન રિઝર્વ – 71 પદ (40% મર્યાદા)
  • સ્ટેટ ડેપ્યુટેશન રિઝર્વ – 44 પદ (25% મર્યાદા)
  • ટ્રેનિંગ રિઝર્વ – 6 પદ
  • લીવ અને જુનિયર પોસ્ટ રિઝર્વ – 29 પદ

IAS (Recruitment) Rules, 1954ના નિયમ 8 મુજબ 99 પદો પ્રમોશન દ્વારા ભરાશે, જ્યારે 229 પદો સીધી ભરતીથી ભરવામાં આવશે.

ગત વર્ષ દરમિયાન ગુજરાત IAS કેડર ખાલી જગ્યાઓ અને પ્રમોશન મુદ્દે ચર્ચામાં રહ્યું હતું. 2024–25ના અંત સુધીમાં મંજૂર સંખ્યા 313 હોવા છતાં આશરે 56 પદો ખાલી હોવાનું અને 14 અધિકારીઓ કેન્દ્રિય ડેપ્યુટેશન પર હોવાની માહિતી રાજ્ય વિધાનસભામાં રજૂ થઈ હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close