ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે, બિલ્ટ ઈન્ડિયાની,‘The Engineering Marvels of Amrit Kaal-2023’ કોફી ટેબલ બુકનું કર્યુ વિમોચન
બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, પાંચમો એવોર્ડ અને કોન્ક્લેવ-2023 નું આયોજન કર્યું હતું. તે સાથે સાથે બિલ્ટ ઈન્ડિયાએ આઝાદીના અમૃતકાળના અંતર્ગત ‘The Engineering Marvels of Amrit Kaal-2023’ નામની એક કોફી ટેબલ બુકનું પ્રકાશિત કરીને, તેનું વિમોચન ગુજરાતના આરોગ્ય અને કાયદા-ન્યાય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરાવ્યું હતું.
તે દરમિયાન બિલ્ટ ઈન્ડિયાના શુભ ચિંતકો જેવા કે, પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના સીએમડી, પી.એસ પટેલ, પટેલ ઈન્ફ્રા. લિમિટેડના સીએમડી અરવિંદભાઈ પટેલ, એપોલ ઈન્ફ્રાટેકના સીએમડી અને મહેસાણાના મોટા ઉદ્યોગપતિ અજિત પટેલ, ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રેસિડેન્ટ તેજસ જોશી, નારેડકો ગુજરાતના પ્રેસિડેન્ટ સુરેશ પટેલ, જીઆઈસીઈએના પ્રેસિડેન્ટ સહિત અનેક રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.