GovernmentInfrastructureNEWSPROJECTS
અમદાવાદમાં 10 સ્થળે આધુનિક ફૂટ ઓવરબ્રિજ બનશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 10 મહત્વના સ્થળોએ લિફ્ટ સહિતના આધુનિક ફૂટ ઓવરબ્રિજ બનાવવાની યોજના છે. અંદાજે ₹4 કરોડ પ્રતિ FOBના ખર્ચે આ પ્રોજેક્ટ PPP મોડલ હેઠળ હાથ ધરાશે.
પ્રસ્તાવિત FOBમાં બંને છેડે લિફ્ટ, ઓછામાં ઓછી 3 મીટર પહોળો વોકવે, 6 મીટર રોડ ક્લિયરન્સ અને CCTV કેમેરાની સુવિધા રહેશે. દરેક લિફ્ટની ક્ષમતા 20થી વધુ મુસાફરોની રહેશે.

આ FOB જસોદાનગર, નરોલ સર્કલ, જનપથ ટી-જંકશન, કૃષ્ણનગર, ઠક્કરનગર, IIM-અંધજન મંડળ, GMDC ગ્રાઉન્ડ, વસ્ત્રાપુર લેક, અસારવા રેલવે ક્રોસિંગ અને વોરાના રોઝા ખાતે બનાવવાની દરખાસ્ત છે.
પ્રોજેક્ટ DBFOT મોડલ હેઠળ રહેશે અને મહત્તમ 15 વર્ષનો કન્સેશન પિરિયડ રહેશે. બાંધકામ માટે 14 મહિના અને લિફ્ટની 99% ઉપલબ્ધતા જાળવવી ફરજિયાત રહેશે. ખાનગી કંપનીને FOB પર જાહેરાતના અધિકારથી આવક મેળવી રોકાણ વસૂલવાની મંજૂરી મળશે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા , સૌજન્ય: દેશગુજરાત



