InfrastructureNEWSPROJECTS
કોડીનાર પાસે નવું સ્પેસપોર્ટ બનાવવાની તૈયારી શરૂ, ISRO સાથે સ્થળનું મૂલ્યાંકન શરૂ કરાયુ

અમદાવાદ: ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠે સ્પેસ સેક્ટરને મોટું પ્રોત્સાહન મળવા જઈ રહ્યું છે. રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જાહેરાત કરી છે કે સૌરાષ્ટ્રમાં કોડીનાર નજીક નવું Space Launching Station (Spaceport) બનાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે અને હાલ સ્થળનું ટેક્નિકલ એસેસમેન્ટ તથા મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ISRO સાથેની ચર્ચા બાદ જરૂરી સ્પેસિફિકેશન નક્કી થયા પછી આગળનું કામ શરૂ થશે.

ગુજરાતમાં સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ માટે ખાસ પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. સાથે જ ધોલેરામાં ખાનગી ક્ષેત્ર દ્વારા રોકેટ લોન્ચિંગની શરૂઆત થઈ ચૂકી છે અને અમદાવાદ નજીક ખોરજમાં Space Tech માટે ખાસ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા , સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઇન્ડિયા



