InfrastructureNEWSPROJECTS
ઇસ્કોન-સાણંદ ફ્લાયઓવર પર નોઇઝ બેરિયર, વાહનોનો અવાજ 15થી 20 ડેસિબલ ઘટશે

અમદાવાદ: એસજી હાઇવે પર ઇસ્કોન જંકશનથી સાણંદ ચોકડી સુધીના 4.1 કિમી લાંબા સિક્સ-લેન ફ્લાયઓવર પર આધુનિક નોઇઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. તેનો હેતુ ફ્લાયઓવર પરથી પસાર થતા વાહનોના ઘોંઘાટને ઘટાડવાનો છે.
આ માર્ગ પરથી દરરોજ અંદાજે 1.5થી 2 લાખ વાહનો પસાર થાય છે. વાહનોના અવાજથી આસપાસના રહેણાંક વિસ્તારો, કર્ણાવતી ક્લબ, વાયબ્રન્ટ ક્લબ અને પ્રહલાદનગર વિસ્તારના લોકોને થતી પરેશાનીમાં હવે ઘટાડો થવાની શક્યતા છે.

ફ્લાયઓવર પર લગાવવામાં આવેલા નોઇઝ બેરિયરમાં સાઉન્ડ એબ્સોર્બન્ટ ફાઇબર અને મેટલ પેનલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પેનલ્સ ભારે વાહનો અને હોર્નના અવાજને શોષી લે છે.
આ નોઇઝ બેરિયરના કારણે ફ્લાયઓવર આસપાસના રહેણાંક વિસ્તારોમાં વાહનોના અવાજમાં 15થી 20 ડેસિબલ સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા



