મુખ્યમંત્રીએ ધોલેરા SIRમાં ચાલી રહેલા કામોનું કર્યું જાત નિરીક્ષણ, કહ્યું કે ધોલેરા સ્માર્ટ સિટીને “સેમીકોન સિટી” તરીકે વિકસાવવા સરકારનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આકાર પામી રહેલા વર્લ્ડ કલાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના ધોલેરા SIR અને સ્માર્ટ સિટીના વિવિધ વિકાસ કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અને તેમણે વિવિધ પ્રોજેક્ટસની પ્રગતિની સમીક્ષા માટે રીવ્યૂં બેઠક યોજી હતી. જે દરમિયાન મુખ્ય સચિવ અને મુખ્ય સલાહકાર સહિતના વરિષ્ઠ સચિવોએ, મુખ્યમંત્રીને ધોલેરાના વિવિધ પ્રોજેક્ટસની માહિતી આપી હતી. જેમાં, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેની ૯૫ ટકા કામગીરી પૂર્ણ, ભીમનાથ-ધોલેરા ફ્રેઈટ રેલવેલાઈન સહિત હોસ્પિટલ-સ્કૂલ-ફાયર સ્ટેશન, આવાસીય સુવિધાના કામોની પ્રગતિ, 300 મેગા વોટ સોલાર પાર્ક સહિત રોડ-અંડરગ્રાઉન્ડ સુવિધાઓ પ્લગ એન્ડ પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલીટીઝ પૂર્ણ વગેરે જેવા 12 પ્રોજેક્ટની કામોનો સમાવેશ થાય છે.

ધોલેરામાં રોડ રસ્તા, અંડર ગ્રાઉન્ડ ફેસીલીટીઝ, પ્લગ એન્ડ પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધા પુરી થઈ ગઈ છે અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોમન એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ICT ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ABCD બિલ્ડીંગ જેવી માળખાકીય સુવિધાના કામો પણ પૂર્ણ થઈ ગયા છે. જો કે, હજુ ધોલેરા SIRમાં જે કાર્યો પ્રગતિ હેઠળ છે, જેમાં ભીમનાથ ધોલેરા ફ્રેઈટ રેલ્વેલાઈન, ૧૯૨ બેડની હોસ્પિટલ, ૧૨માં ધોરણ સુધીની શાળા, ફાયર સ્ટેશન અને ઇન્વેસ્ટર્સ માટે આવાસીય સુવિધાનો સમાવેશ થાય છે.

ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દેશનું સેમિકન્ડક્ટર બનવા માટે સેમિકન્ડક્ટર ઉત્પાદનની ઈકો સિસ્ટમ સાથે સજ્જ છે. જે સંદર્ભમાં મુખ્યમંત્રીના દિશાદર્શનમાં ધોલેરા સ્માર્ટ સિટીને “સેમીકોન સિટી” તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. ગુજરાત સરકારે ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ઈકો સિસ્ટમ ઊભી કરી છે તેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિકન્ડક્ટર નિર્માતા ઉદ્યોગ-કંપનીઓ પોતાના યુનિટસ સ્થાપી રહી છે.

ટાટા ઈલેક્ટ્રોનિક્સનો જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ ધોલેરા સેમિકોન સિટીમાં સ્થાપવામાં આવ્યો છે. તે પ્લાન્ટ પ્રગતિ અને નિર્માણની સ્થિતિની સમીક્ષા મુખ્યમંત્રીએ ટાટાના અધિકારીઓ સાથેની બેઠકમાં કરી હતી અને પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ ધોલેરા સરમાં નિર્માણાધિન હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન, રેસીડેન્સિયલ કોમ્પ્લેક્સ, ટેન્ટ સિટી અને ફૂડ કોર્ટ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં હોસ્પિટલ અને ફૂટ કોર્ટ સહિત અન્ય નિર્માણકાર્યો નિર્માણ કરનાર કંપનીઓના અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. જેમાં ગુજરાતની નામાંકિત એસસીસી ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રાઈવેટ લિમિટેડના એમડી શશિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કે જેઓ ધોલેરા સરમાં હોસ્પિટલ અને ફૂટ કોર્ટની નિર્માણ કાર્ય કરી રહ્યા છે.

વધુમાં મુખ્યમંત્રીએ ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટની પણ સ્થળ મુલાકાત લઈને ૧૩૫૦ કરોડના અંદાજિત ખર્ચ સાથે નિર્માણ થઈ રહેલા કાર્ગો બિલ્ડીંગ, ટર્મિનલ બિલ્ડીંગ અને રન-વે નિર્માણની કામગીરીની સમીક્ષા કરી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- માહિતી વિભાગ, ગુજરાત સરકાર