GovernmentNEWS

આવતીકાલે, યોજાશે દેશભરમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ, ગુજરાતના 18 જિલ્લાઓમાં થશે મોક ડ્રીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી કરશે સમીક્ષા

આવતીકાલે ગુજરાતના કુલ 18 જિલ્લા મથકો પર સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરશે. ત્યારે જાણો શું છે મોક ડ્રીલ અને કેવી રીતે થશે મોક ડ્રીલ અને શા માટે કરવામાં આવી રહી છે મોક ડ્રીલ.  

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સૌ નાગરિકોને એવો અનુરોધ કર્યો છે કે, મોકડ્રીલ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારી રૂપે થવાની છે તેથી કોઈએ ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી.

રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમી દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છપૂર્વ (ગાંધીધામ), કચ્છપશ્ચીમ (ભુજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ અને મોરબી એમ કુલ૧૮ જિલ્લાઓમાં મોકડ્રીલ થશે.

ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં થનારી મોકડ્રીલ અંગે વિસ્તૃત જાણકારી આપતાં જણાવ્યું છે કે, ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા મે ૨૦૨૫ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના અંતર્ગત મોકડ્રીલ યોજાઈ રહી છે. જેમાં સામાન્ય નાગરિકોએ મોક ડ્રીલ સંદર્ભમાં શું કરવું જોઈએ. જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યું છે.

1- ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં () વોર્નિંગ સિગ્નલ: સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન વાગશે. () ઓલ ક્લીયર સિગ્નલ: ટૂંકો અને સ્થિર સાયરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવે છે.

2- કોઈપણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.

3- આવતીકાલે રાજ્યમાં સાંજે .૩૦ થી .૩૦ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગઅલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે. જે દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેક આઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઈલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો.

4- નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો, અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તથા જેઓ પ્રક્રિયાઓથી અજાણ છે તેવા પડોશીઓને મદદ અને માર્ગદર્શન આપો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- માહિતી વિભાગ, ગાંધીનગર, ગુજરાત સરકાર

Show More

Related Articles

Back to top button
Close