CMOમાં ACS તરીકે ફરજ બજાવી રહેલા પકંજ જોશી બની શકે છે મુખ્ય સચિવ, Inspaceના જોઈન્ટ સેક્રેટરી લોચન સહેરા આવી શકે રાજ્ય સરકારમાં પાછા.
ગુજરાત સરકાર સનદી અધિકારીઓની ફેરબદલ અને પ્રમોશન આપે તેવી સંભાવના રહેલી છે. હાલ મુખ્યમંત્રી કાર્યલયમાં એડિશનલ ચીફ સેક્રેટરીના તરીકે ફરજ બજાવી રહેલા શ્રી પંકજ જોશી જાન્યુઆરી-2025માં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ તરીકે હોદ્દો સંભાળે તેવી સંભાવના રહેલી છે. નોંધનીય છે કે, ગુજરાતના વર્તમાન મુખ્ય સચિવ રાજકુમારનો કાર્યકળ આગામી મહિને, એટલે કે, જાન્યુઆરી-2025માં પૂર્ણ થાય છે. ત્યારે હાલ સચિવાલયમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે, હવે મુખ્ય સચિવ કોણ બનશે. તેમાં પંકજ જોશીનું નામ સૌથી ટોચ પર છે. જ્યારે, CMOમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહેલાં અવંતિકાસિંહ તેમની પોસ્ટ પર યથાવત રહેશે તેવી ચર્ચા ચાલી રહી છે.
હાલ કેન્દ્ર સરકારના ખૂબ જ મહત્વના વિભાગ ઈન સ્પેસમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહેલા લોચન સહેરાને રાજ્ય સરકારમાં પાછા બોલાવવાની પણ ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે, લોચન સહેરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ રહી ચૂક્યા છે તેમજ મહેસાણા જિલ્લાના કલેક્ટર તરીકે પણ સફળ કામો કર્યા છે.
તો, અમદાવાદના વર્તમાન કલેક્ટર પ્રવિણા.ડી.કે. નું પ્રોમોશન પણ ગાંધીનગર સચિવાયલમાં થાય તેવી વકી છે. અને અમદાવાદ જિલ્લાના કલેક્ટરની જગ્યા અન્ય કોઈ અધિકારી આવશે તેવી સંભાવના રહેલી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૈજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.