GovernmentNEWSPROJECTS
પોર્ટ બ્લેરમાં આજે વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્દઘાટન થશે
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, કેન્દ્ર શાસિત પ્રદેશ આંદોમાન-નિકોબારના વડું મથક પોર્ટ બ્લેર ખાતે આવેલા વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટમાં, નવનિર્મિત ટર્મિનલ બિલ્ડિંગનું આજે સવારે સાડા દસ કલાકે ઉદ્દઘાટન થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પોતાના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે કે, આ એરપોર્ટનું ટર્મિનલ નિર્માણ થવાથી આંદોમાન નિકોબાર આઈલેન્ડ પર આવતા પ્રવાસીઓને સરળતા રહેશે અને પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે. અને પ્રવાસીઓની સંખ્યામાં વધારે થશે તેમજ સ્થાનિક રોજગાર પણ વધશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દેશમાં રેલ્વે સ્ટેશનો સાથે સાથે એરપોર્ટ પણ ડેવલપ કરી રહી છે. આ રીતે દેશમાં માળખાકીય વિકાસ સાથે કનેક્વિટીનો એક નવિન યુગ શરુ થયો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
One Comment