Civil EngineeringCivil EngineersCivil TechnologyGovernmentHousingInfrastructureNEWSPROJECTS

વાંચો: ડાયા ફ્રોમ વોલ એટલે ડેવલપર્સની શાન !

Read : Diaphragm wall means honour of developers !

ગુજરાત સહિત દેશભરમાં હાઈરાઈઝ અને આઈકોનિક બિલ્ડિંગો નિર્માણ પામી રહ્યા છે. તેની સાથે સાથે નિર્માણકર્તા ડેવલપર્સની પણ કેટલીક જવાબદારીઓ વધી છે, જેમ કે, કન્સ્ટ્રક્શન ક્વૉલિટી, ટાઈમ ફ્રેમમાં ડિલિવરી, સારામાં સારુ બિલ્ડિંગ મટેરિયલ અને લેટેસ્ટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ તેમજ જે બિલ્ડિંગ નિર્માણ કરે તે બિલ્ડિંગથી કોઈ જ દુર્ઘટના કે હોનારત ન થાય વગેરે.  

અહીં, મહત્વની વાત એ છે કે, હવે જો આપે સારામાં સારુ બિલ્ડિંગ નિર્માણ કરવું હશે તો, કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી સાથે કન્સ્ટ્રક્શન ક્વૉલિટીનું ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે. કારણ કે, હાઈરાઝઈ બિલ્ડિંગો નિર્માણ પામી રહ્યા છે. તેની સાથે પાર્કિગ માટે બે કે ત્રણ અથવા ચાર બેઝમેન્ટ ખોદવામાં આવે છે. ત્યારે બેઝમેન્ટ ખોદાણ દરમિયાન ડેવલપર્સ નાની મોટી હોનારતનો ભોગ બને છે તે સાચવું જરુરી છે. જો કે, તે આપણે કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટાળી શકીએ છીએ.

છેલ્લા છ મહિનામાં અમદાવાદ શહેરમાં અંદાજિત છ થી સાત દિવાલો પડી જવાની ઘટનાઓ બની છે. જે ઘરનું ઘર આપનાર ડેવલપર્સની પ્રતિષ્ઠા માટે યોગ્ય નથી. જેથી, કરીને દરેક ડેવલપર્સે ડાયા ફ્રોમ વોલ કે તેની તુલનાનો વિકલ્પનો ઉપયોગ કરવો જરુરી છે.

જ્યારે બે કે ત્રણ અથવા ચાર બેઝમેન્ટનું ખોદાણ કરવાનું હોય ત્યારે, પહેલાં તો, આસપાસ હાઈરાઈઝ બિલ્ડિંગ હોય તો ફરજિયાત પણે ડાયાફ્રોર્મ વોલ નિર્માણ કરીને જ બેઝમેન્ટનું ખોદાણ કરવું જોઈએ. પરિણામે આ જ વોલ ડેવલપર્સની શાન અને સન્માનની દિવાલ બને છે. જેથી, દરેક ડેવલપર્સ ડાયા ફ્રોમ વોલ નિર્માણ કરો અને પોતાનું સન્માન વધારો. જો કે, અમદાવાદમાં અનેક ડેવલપર્સ ડાયા ફ્રોમ વોલ નિમાર્ણ કરે છે પરંતુ હજુ તમામ ડેવલપર્સ બનાવે જેથી, તમામ ડેવલપસ સમુદાયનું માન વધે.

જ્યારે કોઈ હોનારત કે ઘટના ઘટે છે ત્યારે તમે તમારા વારસામાં મળેલી કે તમે જાતે કમાયેલી વર્ષો જૂની બ્રાન્ડ(સન્માન) પણ ગુમાવો છો. ડાયા ફ્રોમ તેના નિયમોને આધીન રહીને નિર્માણ કરો. જેમ કે, ડાયા ફ્રોમ વોલનું નિર્માણ ઓછામાં ઓછું 500 એમએમથી માંડીને 600 એમએમમાં બનાવવી જરુરી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close