GovernmentInfrastructureNEWSPROJECTS

સુરત મેટ્રોમાં અનોખી એન્જિનિયરિંગ, 110 ફૂટ ઊંડે સ્ટેક્ડ સ્ટેશનનું નિર્માણ

સુરત: Built India Media: સુરત મેટ્રો પ્રોજેક્ટમાં શહેરની ‘ડાયમંડ સિટી’ તરીકેની ઓળખને મેટ્રોની ડિઝાઇન સાથે જોડવામાં આવી છે. મેટ્રો ટ્રેનની છત અને બાહ્ય ડિઝાઇનમાં વિવિધ ડાયમંડ કટથી પ્રેરિત ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

માસ્કતી હોસ્પિટલ અને લાભેશ્વર વિસ્તારમાં આશરે 110 ફૂટઊંડાઈએબે-સ્તરીયઅંડરગ્રાઉન્ડસ્ટેક્ડસ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. તેમાં બંને દિશાના ટ્રેક એકની ઉપર એક રહેશે, જેથી ઓછી જગ્યામાં મેટ્રો સેવા શક્ય બનશે. સુરત મેટ્રોમાં આવા બે સ્ટેક્ડ સ્ટેશનનો સમાવેશ થાય છે.

મેટ્રોનું એલાઇનમેન્ટ બદલીને 700 વર્ષથીવધુજૂના ‘ચોરઆમલી’વૃક્ષનેબચાવવામાંઆવ્યુંછે. ખજોદના ડ્રીમ સિટી ડેપોમાં 20 હેક્ટર વિસ્તારમાં 24 મેટ્રો ટ્રેનની ક્ષમતાવાળું સ્ટેબલિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે અને અહીં 3,000થીવધુવૃક્ષોનુંવાવેતર કરવામાં આવ્યું છે.

સુરત મેટ્રોમાં 750 વોલ્ટDC થર્ડ-રેલસિસ્ટમથી વીજ પુરવઠો મળશે, જેથી પરંપરાગત ઓવરહેડ વાયર અને વીજ પોલની જરૂરિયાત રહેશે નહીં. મજૂરાગેટ સ્ટેશન બંને કોરિડોરને જોડતું પ્રથમ ઇન્ટરચેન્જહબ બનશે. ઉપરાંત, સારોલી-રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટ વચ્ચે 85 મીટરલાંબોઓપન-વેબગર્ડર પણ પ્રોજેક્ટની મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ વિશેષતા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close