સિલ્વર ઓક કોલેજ પાસે ક્રેનની અડફેટે 19 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત

અમદાવાદ: Built India Media: ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક કોલેજ પાસે આજે સવારે ગંભીર અકસ્માતમાં 19 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત થયું છે. પ્રેરણા નિનામા નામની યુવતી સિલ્વર ઓક કોલેજમાં BScના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.
મળતી માહિતી મુજબ, સવારે આશરે 11:53 વાગ્યે પ્રેરણા SG હાઈવે તરફથી કોલેજ તરફ પગપાળા જઈ રહી હતી. તે દરમિયાન પાછળથી આવેલી ક્રેને તેને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો અને યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસ્મત બાદ ક્રેન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ક્રેન ચાલકની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે. A ડિવિઝન ટ્રાફિક પોલીસે CCTV ફૂટેજના આધારે અકસ્માત કેવી રીતે થયો અને ક્રેન ચાલકની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: ગુજરાત ફર્સ્ટ



