GovernmentHousingInfrastructureNEWSPROJECTS
અમદાવાદનું ₹240 કરોડના ખર્ચે જિયો મેપિંગ, મિલકતોને મળશે ડિજિટલ ઓળખ

અમદાવાદ: AMC દ્વારા સમગ્ર શહેરનું ₹240 કરોડના ખર્ચે GIS જિયો મેપિંગ કરવામાં આવશે. રહેણાંક અને કોમર્શિયલ મિલકતોનું જિયો-રેફરન્સિંગ કરીને દરેક મિલકતને ડિજિટલ ઓળખ આપવામાં આવશે.
પ્રોજેક્ટમાં પાણી, ગટર, સ્ટોર્મ વોટર, ગેસ લાઈન અને વીજળીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડિજિટલ મેપિંગ કરાશે. સાથે રસ્તા, બ્રિજ અને જાહેર પરિવહન રૂટનું 3D લેઆઉટ પણ તૈયાર થશે.

આ ડેટાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, પ્રોપર્ટી ટેક્સ અને નાગરિક સેવાઓમાં પારદર્શિતા વધશે અને આપત્તિના સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ મદદ મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ



