GovernmentHousingInfrastructureNEWSPROJECTS

અમદાવાદમાં ₹3.30 લાખમાં 1-BHK ફ્લેટ, 434 મકાનો માટે નવી ડ્રો પ્રક્રિયા જાહેર

અમદાવાદ: Built India Media: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY-Urban) હેઠળ 434 ખાલી EWS ફ્લેટની ફાળવણી માટે નવી ડ્રો પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. દરેક ફ્લેટની કિંમત મેઇન્ટેનન્સ ચાર્જ સહિત ₹3.30 લાખ નક્કી કરવામાં આવી છે. આ મકાનો અગાઉના લાભાર્થીઓ દ્વારા સમયસર ચુકવણી ન કરવાને કારણે ખાલી રહ્યાં હતાં.

આ ફ્લેટ થલતેજ, સોલા, નિકોલ, ઓઢવ, ગોતા, અસલાલી, ચાંદખેડા અને મકરબા સહિત શહેરનાં 8 વિસ્તારોમાં આવેલા છે. અરજી પ્રક્રિયા 20 નવેમ્બર, 2026થી શરૂ થઈ છે અને 3 જાન્યુઆરી, 2027 સુધી ચાલશે. અરજદારે ઓનલાઈન અરજી સાથે ₹7,500ની ડિપોઝિટ ભરવાની રહેશે.

દરેક ફ્લેટમાં 28 ચોરસ મીટર કાર્પેટ એરિયા અને આશરે 33થી 35 ચોરસ મીટર બિલ્ટ-અપ એરિયા છે. તેમાં ડ્રોઇંગ રૂમ, બેડરૂમ, રસોડું અને કોમન ટોઇલેટની સુવિધા છે. આ માટે પરિવારની વાર્ષિક આવક ₹3.30 લાખથી ઓછી હોવી જોઈએ અને અરજદાર કે પરિવારના સભ્યના નામે ભારતમાં પાકું મકાન અથવા પ્લોટ હોવો જોઈએ નહીં.

ડ્રોમાં પસંદગી પામેલા લાભાર્થીએ ફાળવણીની જાણ થયા બાદ ત્રણ મહિનામાં ફ્લેટની કિંમતના ઓછામાં ઓછા 20% ચૂકવવાના રહેશે, જ્યારે બાકીની 80% રકમ 10 સમાન હપ્તામાં ભરવાની રહેશે. સંપૂર્ણ ચુકવણી બાદ જ કબજો મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close