GovernmentInfrastructureNEWSPROJECTS
ગાંધી આશ્રમના વિકાસ માટે NID અને સાબરમતી આશ્રમ ટ્રસ્ટ વચ્ચે MoU

અમદાવાદ: મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ અને NID અમદાવાદ વચ્ચે ગાંધી આશ્રમના વિકાસ માટે MoU કરવામાં આવ્યો છે. આ ભાગીદારી હેઠળ મ્યુઝિયમની ડિઝાઇન, કન્ટેન્ટ, વિઝ્યુઅલ આઇડેન્ટિટી અને લુક-એન્ડ-ફીલ માટે NID સહયોગ આપશે.

આ ઉપરાંત ગાંધીજીના જીવન અને વિચારો પરથી પ્રેરિત સોવેનિયર તથા નવી ડિઝાઇન વિકસાવવામાં પણ મદદ કરવામાં આવશે. આ સહયોગનો હેતુ આશ્રમના વારસાને જાળવી રાખીને મુલાકાતીઓના અનુભવને વધુ સમૃદ્ધ બનાવવાનો છે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



