GovernmentInfrastructureNEWSPROJECTS

કચ્છના સફેદ રણમાં ‘રોડ ટુ ઈન્ફિનિટી’ બન્યો નવું આકર્ષણ, એકલથી બાંભણકા સુધીની કનેક્ટિવિટી મજબૂત

કચ્છ: Built India Media: કચ્છના ખડીર બેટ વિસ્તારમાં સફેદ રણ વચ્ચેથી પસાર થતો એકલથી બાંભણકા સુધીનો આશરે 25 કિલોમીટર લાંબો માર્ગ ‘રોડ ટુ ઈન્ફિનિટી’ તરીકે નવું આકર્ષણ બની રહ્યો છે. જિલ્લા પંચાયત હસ્તકના આ માર્ગનું નિર્માણ આશરે ₹138 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.

આ માર્ગથી ખડીર બેટનાં 12 ગામો અને આશરે 12 હજારથી વધુ લોકોને આવાગમનમાં મોટી રાહત મળશે. અગાઉ ભચાઉ પહોંચવા માટે રાપર તરફથી લાંબો રસ્તો લેવો પડતો હતો, જ્યારે નવા માર્ગથી ધોળાવીરા–બાંભણકા–એકલ થઈ ભચાઉ પહોંચવાનું અંતર નોંધપાત્ર રીતે ઘટ્યું છે.

રણની ખારી હવા અને પાણીથી માર્ગને નુકસાન ન થાય તે માટે બંને બાજુ પ્રોટેક્ટિવ વોલ બનાવવામાં આવી છે. માર્ગને રણની સપાટીથી આશરે 3 મીટર ઊંચો રાખવામાં આવ્યો છે તથા પાણીના નિકાલ માટે નિયમિત અંતરે ડ્રેનેજ કલ્વર્ટ્સ બનાવવામાં આવ્યા છે.

‘રોડ ટુ ઈન્ફિનિટી’થી સ્થાનિક કનેક્ટિવિટી ઉપરાંત કચ્છના પ્રવાસનને પણ વેગ મળવાની આશા છે. સફેદ રણના અનોખા નજારા અને સૂર્યોદય-સૂર્યાસ્તના દૃશ્યોને કારણે આ માર્ગ પ્રવાસીઓ અને ફોટોગ્રાફી શોખીનો માટે નવું આકર્ષણ બની રહ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close