GovernmentNEWS

રોડ અકસ્માતમાં ઘટાડો કરવાના હેતુસર, વાહનોની હેડલાઈટ માટે નવા નિયમોની તૈયારી

એક અંદાજે મુજબ, દર વર્ષે દોઢ લાખ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. જેના પરિણામે, લાખો પરિવાર બેઘર અને આર્થિક મારામારીમાં સપડાય જાય છે. તે સાથે સાથે, દેશના આર્થિક વિકાસ પર પણ અસર પડે છે. આવા તમામ ઉમદા હેતુસર, કેન્દ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે, વાહનોની તેજ હેડલાઇટથી અન્ય વાહનચાલકોને પડતી મુશ્કેલી ઘટાડવા માટે સરકાર હેડલાઇટની લાઇટિંગ અને બીમ અંગેના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે.

નવા બાઇક-સ્કૂટરમાં ઓટોમેટિક હેડલેમ્પ-ઓન સિસ્ટમ યથાવત રહેશે, જ્યારે હાઇ-બીમનો ઉપયોગ મેન્યુઅલી કરી શકાશે. તેમજ કેટલીક કારોમાં આવતી ઓટોમેટિક લાઈટ અને હેડલાઈટ વગેરે અનુસંધાને નિયમો ઘડવાની શરુઆત કરવામાં આવી રહી છે.

પ્રસ્તાવિત નિયમોમાં હેડલાઇટની મહત્તમ પ્રકાશ તીવ્રતા ઘટાડવા અને વધુ તેજ LED લાઇટ પર નિયંત્રણ મૂકવાની વિચારણા છે. જોકે, જૂના વાહનોમાં હેડલાઇટ બદલવાની ફરજ નહીં પડે અને નવા ધોરણો મુખ્યત્વે નવા વાહનો પર લાગુ થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close