GovernmentInfrastructureNEWSPROJECTS

વડોદરાના શહેરી લેન્ડસ્કેપમાં બુલેટ ટ્રેન કોરિડોરની નવી ઓળખ

વડોદરા: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સાથે વડોદરાના શહેરી માળખામાં પણ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. શહેરમાંથી પસાર થઈ રહેલો એલિવેટેડ વિયાડક્ટ હાલની રોડ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાઈ રહ્યો છે.

વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ હાલના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7ની ઉપર કરવામાં આવી રહ્યું છે. આથી ભવિષ્યમાં મુસાફરોને ભારતીય રેલવે અને બુલેટ ટ્રેન વચ્ચે સરળતાથી પરિવહન કરવાની સુવિધા મળશે.

508 કિમીના મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરમાં વડોદરા પણ મહત્વનું સ્ટેશન છે. સમગ્ર કોરિડોરનો મોટો હિસ્સો એલિવેટેડ વિયાડક્ટ પર બનાવવામાં આવી રહ્યો છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે વડોદરામાં મલ્ટિમોડલ કનેક્ટિવિટી અને શહેરી પરિવહનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત થવાની અપેક્ષા છે. સ્ટેશનને રેલવે તેમજ શહેર અને આંતરરાજ્ય બસ સેવાઓ સાથે જોડવાની યોજના છે.

ટીમ બિલ્ટ ઇન્ડિયા  

Show More

Related Articles

Back to top button
Close