InfrastructureNEWSPROJECTS

 CWG 2030ને પગલે , ગુજરાતમા હોટલ બિઝનેસનમા આવશે તેજી

અમદાવાદ: કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક્સની સંભવિત યજમાનીની તૈયારીઓ વચ્ચે અમદાવાદમાં લક્ઝરી હોટેલ્સના નવા પ્રોજેક્ટ્સમાં તેજી આવી રહી છે. અહેવાલ મુજબ CWG 2030ની તૈયારીના ભાગરૂપે અમદાવાદમાં 300થી વધુ નવી હોટેલ્સ ઉમેરાવાની શક્યતા છે.

હોટેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં વધતા રોકાણથી આગામી સમયમાં 15,000થી વધુ નવી નોકરીઓનું સર્જન થવાની શક્યતા છે.

હાલમાં હોટેલ ઉદ્યોગ માટે સૌથી મોટો પ્રશ્ન CWG 2030 બાદની માંગ અને બિઝનેસને જાળવી રાખવાનો રહેશે. મેગા ઈવેન્ટ પૂર્ણ થયા બાદ હોટેલ્સમાં રૂમની માંગ ઘટી શકે છે, જેના કારણે નવા પ્રોજેક્ટ્સ માટે લાંબા ગાળાની આવક જાળવવી પડકારરૂપ બની શકે છે.

ઉદ્યોગના નિષ્ણાતોના મતે અમદાવાદે CWG બાદ ટૂરિઝમ, વેડિંગ્સ, કોન્ફરન્સ અને અન્ય મોટા ઇવેન્ટ્સને આકર્ષવા પર ધ્યાન આપવું પડશે. શહેરમાં વધી રહેલા હોટેલ પ્રોજેક્ટ્સને કારણે રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ મળવાની શક્યતા છે.

ટીમ બિલ્ટ ઇન્ડિયા  

Show More

Related Articles

Back to top button
Close