GovernmentInfrastructureNEWSPROJECTS

રોડ-બ્રિજના સેમ્પલ પર કંપનીના નામને બદલે સિક્રેટ કોડ, ખામી જણાય તો 7 દિવસમાં સુધારો કરવો પડશે.

અમદાવાદ: રોડ, બ્રિજ અને સિવિલ કામોની ગુણવત્તા ચકાસવા AMCએ નવી SOP લાગુ કરી છે. હવે સેમ્પલ પર કોન્ટ્રાક્ટરના નામને બદલે સિક્રેટ કોડ લગાવવામાં આવશે, જેથી લેબોરેટરી ટેસ્ટ દરમિયાન સેમ્પલની ઓળખ છુપાય.

સેમ્પલમાં ખામી જણાય તો કોન્ટ્રાક્ટરે 7 દિવસમાં સુધારો કરવો પડશે. ગંભીર ખામી હોય તો કામ અટકાવીને તાત્કાલિક સુધારાની કાર્યવાહી કરવામાં આવશે.

નવી SOP હેઠળ રોડ અને બ્રિજ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામોમાં સરપ્રાઇઝ ટેસ્ટિંગ પણ કરવામાં આવશે. ટેસ્ટિંગનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે.

AMCએ ‘નો ક્વોલિટી, નો પેમેન્ટ’ની નીતિ પણ અપનાવી છે. એટલે કે, ગુણવત્તામાં ખામી હોય તો સુધારો ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવામાં નહીં આવે.

ટીમ બિલ્ટ ઇન્ડિયા  

Show More

Related Articles

Back to top button
Close