GIFT સિટીના અટવાયેલા WTC ટાવર-C પ્રોજેક્ટને હવે RERA પૂર્ણ કરશે

ગાંધીનગર: GIFT Cityના Phase-Iમાં આવેલો WTC GIFT Tower-C પ્રોજેક્ટ હવે GujRERAની દેખરેખ હેઠળ પૂર્ણ કરાવવામાં આવશે. પ્રમોટરની ધરપકડ, નાણાકીય તપાસ અને જમીનની લીઝ રદ થયા બાદ પ્રોજેક્ટનું બાંધકામ લાંબા સમયથી અટવાયેલું હતું.
GujRERAના રેકોર્ડ મુજબ પ્રોજેક્ટની સુધારેલી સમયમર્યાદા 30 જૂન, 2025 હતી, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 28% બાંધકામ પૂર્ણ થયું છે. ખાસ વાત એ છે કે પ્રોજેક્ટના 312 યુનિટમાંથી 311 યુનિટનું બુકિંગ થઈ ચૂક્યું છે.

આ મામલે GujRERAએ RERA એક્ટની કલમ 8 હેઠળ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની કાર્યવાહી શરૂ કરવા જાહેરનોટિસ બહાર પાડી છે. પ્રમોટર સામે ED અને SFIOની તપાસ તથા ધરપકડ બાદ GIFT Authorityએ જૂન 2025માં જમીનની લીઝ પણ રદ કરી હતી.
એલોટીઓની ફરિયાદો બાદ GujRERAએ પ્રોજેક્ટનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું છે, નવા બુકિંગ પર રોક લગાવી છે અને પ્રમોટરની પોર્ટલ ઍક્સેસ પણ રદ કરી છે. હવે એલોટીઓ અને અન્ય હિતધારકો પાસેથી બાકી રહેલા બાંધકામ અંગે વાંધા અને દાવા મંગાવવામાં આવ્યા છે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા , સૌજન્ય: અમદાવાદ મિરર



