CommercialHousingInfrastructureNEWSPROJECTS

રિયલ એસ્ટેટ ફ્રોડમાં EDની મોટી કાર્યવાહી, ₹129.8 કરોડની જમીન અટેચ

અમદાવાદ: રિયલ એસ્ટેટ ફ્રોડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમદાવાદ અને કડીના વિવિધ વિસ્તારોમાં આવેલી ₹129.8 કરોડની જમીન અને મિલકતો અટેચ કરી છે. આ કાર્યવાહી છારોડી, શેલા, જેસંગપુરા અને કડી નજીક અગોલ વિસ્તારમાં કરવામાં આવી છે.

EDના જણાવ્યા મુજબ, આરોપીઓએ ઘર ખરીદનારાઓ, નાના રોકાણકારો અને મધ્યમ વર્ગના પરિવારોને આકર્ષક કિંમતે ફ્લેટ-દુકાનો અને 54%થી 100% સુધીના ગેરંટી રિટર્નની લાલચ આપી નાણાં એકત્ર કર્યા હતા. તપાસમાં કેટલાક પ્રોજેક્ટ્સ પાસે જરૂરી RERA રજિસ્ટ્રેશન અને અન્ય સરકારી મંજૂરીઓનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે.

EDએ જણાવ્યું કે છારોડી અને અન્ય પ્રોજેક્ટ્સમાં અનેક ખરીદદાર-રોકાણકારો પાસેથી નાણાં લેવામાં આવ્યા હતા, પરંતુ વચન મુજબ ફ્લેટ કે દુકાનો આપવામાં આવ્યા નહોતા અને નાણાં પણ પરત કરવામાં આવ્યા નહોતા.

વધુ વેચાણ કે ટ્રાન્સફર અટકાવવા માટે EDએ સંબંધિત સંપત્તિઓને અટેચ કરી છે. સાથે જ ઘર ખરીદનારાઓ અને રોકાણકારોને કોઈપણ પ્રોજેક્ટમાં રોકાણ કરતા પહેલાં RERA રજિસ્ટ્રેશન, જમીનના દસ્તાવેજો, સરકારી મંજૂરીઓ અને મિલકત પરના બોજાની વિગતો તપાસવાની સલાહ આપવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઇન્ડિયા  , સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઇન્ડિયા 

Show More

Related Articles

Back to top button
Close