રાજ્ય સરકારે, મહાનગરપાલિકા-નગરપાલિકાઓના સર્વાગી વિકાસ માટે 3850 કરોડના ચેક વિતરણ કર્યું.

ગુજરાત સરકારે આજે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની સર્વાગી વિકાસ માટે 3850 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ ચેકનું વિતરણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, ગુજરાતના વિકાસ માટે આપણા પૈસાની કમી નથી, માત્ર જન કલ્યાણને સારાં કામો કરો. વધુમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓનો સર્વાગી વિકાસ સાધવા પર્યાવરણ, લોક કલ્યાણના કામો માટે આ રકમ પુરેપુરી ઉપયોગ કરવામાં આવે.

ઉલ્લેખનીય છેકે, ગુજરાત સરકારે આ ચેકની રકમ તો ફાળવી પણ દરેક મહાનગરપાલિકાઓના નગરસેવકો આ ગ્રાન્ટનો ઉપયોગ કેવી રીતે કરે છે અને કેટલો કરે છે. તે પણ જોવાની વાત છે.

રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાગી વિકાસ માટે 3850 કરોડની ફાળવણી કરી, તે અંગેના ચેક વિતરણ કર્યું હતું, જે નીચે મુજબ છે.
અમદાવાદ મહાનગરપાલિકાને 870 કરોડની રુપિયા
સુરત મહાનગરપાલિકાને 770 કરોડની રુપિયા
વડોદરા મહાનગરપાલિકાને 285 કરોડની રુપિયા
રાજકોટ મહાનગર પાલિકાને 232 કરોડ રુપિયા
ભાવનગર મહાનગરપાલિકાને 105 કરોડ રુપિયા
જૂનાગઢ મહાનગરપાલિકાને 65 કરોડ રુપિયા
જામનગર મહાનગરપાલિકાને 105 કરોડ રુપિયા
ગાંધીનગર મહાનગરપાલિકા 65 કરોડ રુપિયા
ગાંધીગ્રામ મહાનગર પાલિકા 55 કરોડ રુપિયા
પોરબંદર મહાનગરપાલિકાને 55 કરોડ રુપિયા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને 55 કરોડ રુપિયા
મહેસાણા મહાનગરપાલિકાને 55 કરોડ રુપિયા
વાપી મહાનગરપાલિકાને 55 કરોડ રુપિયા
નડિયાદ મહાનગરપાલિકાને 55 કરોડ રુપિયા
ટીમ બિલ્ટ ઈન્ડિયા



