જાણો કોણ છે અમદાવાદના નવા કલેક્ટર ભવ્યા વર્મા? સોમવારે ચાર્જ સંભાળે તેવી સંભાવના

ગુજરાત સરકારે ગુજરાતના મોટામાં મોટું શહેર અમદાવાદના નવા કલેક્ટર તરીકે ભવ્યા વર્માની નિમણૂંક કરી છે. રાજ્ય સરકારના તાજેતરના વહીવટી ફેરબદલમાં અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની જગ્યા તેમની નિમણૂંક કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી બાદ પ્રથમ વખત રાજ્યના અનેક જિલ્લાઓના કલેક્ટરોની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે મંગળવારે 72 જેટલા આઈએએસની બદલી અને ફેરબદલી કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદના કલેક્ટરની બદલી કરવામાં આવી છે.

અમદાવાદના નવા કલેક્ટર, ભાવ્યા વર્માનો જન્મ 13 નવેમ્બર, 1988ના રોજ થયો હતો. તેઓ ગુજરાત કેડરના 2016 બેચના ભારતીય પ્રશાસનિક સેવા (IAS) અધિકારી છે. તેમણે રાજસ્થાનમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં બી.ટેક.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે તેમજ નવી દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT)માંથી ફાઇનાન્સ અને બિઝનેસ મેનેજમેન્ટમાં બે એમ.બી.એ. ડિગ્રી મેળવી છે.
નોંધનીય છે કે, તેઓ 9 એપ્રિલ, 2025થી વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હવે તેમની અમદાવાદના નવા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અગાઉ તેઓ જિલ્લા વિકાસ અધિકારી, ડિરેક્ટર, આસિસ્ટન્ટ કલેક્ટર, આસિસ્ટન્ટ સચિવ અને મિશન ડિરેક્ટર સહિતના મહત્વપૂર્ણ પદો પર સેવા આપી ચૂક્યા છે. તેઓ ગુજરાતી ભાષામાં પણ પારંગત છે અને હાલમાં ભારતીય પ્રશાસનિક સેવામાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.
ભાવ્યા વર્મા યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા મારફતે ડાયરેક્ટ રિક્રૂટ (DR) તરીકે ભારતીય પ્રશાસનિક સેવામાં જોડાયા હતા. તેમનું હોમ સ્ટેટ રાજસ્થાન છે અને તેમને આઉટસાઈડ કેડર એલોકેશન હેઠળ ગુજરાત કેડર ફાળવવામાં આવ્યું છે. તેમણે અત્યાર સુધીમાં કુલ 10 અલગ-અલગ પોસ્ટિંગ્સ સંભાળી છે અને 7 વિવિધ સ્થળોએ સેવા આપી છે. તેમને લગભગ 10 વર્ષનો વહીવટી અનુભવ છે, જ્યારે કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર લગભગ 0.3 વર્ષ સેવા આપી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



