અડાલજ સર્કલ પર નિર્માણ પામશે, રાજ્યનો સૌથી મોટો પહોળો Y-આકારનો ફ્લાયઓવર બ્રિજ

અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાત તરફથી આવતા તમામ મુસાફરો માટે અડાલજ નિર્માણ પામવા જઈ રહેલો ફ્લાયઓવર બ્રિજ આર્શિવાદરુપ સાબિત થશે. કારણ કે, ગુજરાત સરકારના રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા અડાલજ જંકશન (અન્નપૂર્ણા સર્કલ) પર મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતનો સૌથી પહોળો Y-આકારનો ફ્લાયઓવર બનાવવામાં આવશે. અમદાવાદ–મહેસાણા રોડ (સ્ટેટ હાઇવે 41) પર આવેલો આ પ્રોજેક્ટ ટ્રાફિક ભીડ ઘટાડવા અને મુસાફરીને સરળ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે.

પ્રોજેક્ટની આકર્ષક વિગતો
• વિશેષતા: ગુજરાતનો સૌથી પહોળો Y-આકારનો ફ્લાયઓવર
• અંદાજિત ખર્ચ: આશરે ₹ 91.57 કરોડ
• પૂર્ણ સમયગાળો: 24 મહિના
• અમલદાર એજન્સી: કેપિટલ પ્રોજેક્ટ ડિવિઝન, ગાંધીનગર
પ્રોજેક્ટની ખાસિયતો
• Y-આકારની અનોખી ડિઝાઇન: મલ્ટી-ડિરેકશનલ ટ્રાફિક સરળતાથી સંભાળવા માટે વિશાળ પહોળાઈ સાથે ડિઝાઇન
• મલ્ટી-લેવલ ટ્રાફિક મેનેજમેન્ટ: ફ્લાયઓવર સાથે વ્હીક્યુલર અન્ડરપાસ (VUP) જેથી હાઇવે અને લોકલ ટ્રાફિક એકસાથે વિના અટકાવ ચાલી શકે
• સર્વિસ રોડ અને રેમ્પ્સ: લોકલ ટ્રાફિક માટે સરળ અવરજવર અને ઓછો અવરોધ
• સુરક્ષા સુવિધાઓ: ક્રેશ બેરિયર્સ, ફ્રિક્શન સ્લેબ, થર્મોપ્લાસ્ટિક માર્કિંગ, રિફ્લેક્ટિવ સાઇનેજ
• હાઇ-માસ્ટ લાઇટિંગ: 16 મીટર ઊંચા LED લાઇટ પોલ્સ સાથે સંપૂર્ણ વિસ્તાર પ્રકાશિત

મુસાફરો થશે ભરપૂર લાભ
પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અડાલજ (અન્નપૂર્ણા સર્કલ) પરનો ટ્રાફિક બોટલનેક દૂર થશે. Y-આકારના ડિઝાઇનથી ટ્રાફિક વહેંચાશે, મુસાફરીનો સમય ઘટશે અને રોડ સલામતીમાં વધારો થશે, ખાસ કરીને અડાલજ સર્કલથી ઝુંડાલ સર્કલ સુધી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



