GovernmentInfrastructureNEWSPROJECTS

રોડ કૉન્ટ્રાક્ટર્સ સાવધાન! ગડકરીએ કહ્યું કે,ખરાબ કામ કરનારાઓને કરાશે બ્લેકલિસ્ટ, સારુ કામ કરનારાઓને અપાશે પુરસ્કાર.  

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ, રોડ કોન્ટ્રાક્ટર્સ અને રોડ એન્જસીઓનું કામ કરતા તમામ કોન્ટ્રાક્ટર્સને ચેતવણી આપતાં ખરાબ રોડ બનાવવનાર અને રોડની જાવળણીમાં પાછી પાની કરનારાઓને ઉધૂડા લીધા હતા. નિતીન ગડકરીએ ગાઝિયાબાદમાં વૃક્ષારોપણ અભિયાન દરમિયાન જણાવ્યું હતું કે, મે રોડ જોયા છે, તેમાં ઘણી ખામીઓ લાગી છે જેથી, જે રોડ કોન્ટ્રાક્ટર્સ ખરાબ કરતા હશે, તે તમામ સામે કડક પગલાં લેવાશે અને તેમની બેંક ગેરંટી જપ્ત કરવામાં આવશે. સાથે સાથે તેમને કામમાંથી બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને નવા કામ માટે અરજી કરવાની પરવાનગી પણ નહી આપવામાં આવે.

નિતીન ગડકરીએ આ નિવેદન, ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેના વ્યક્તિગત નિરીક્ષણ બાદ કર્યા બાદ આપ્યું હતું,. તેમના પ્રવાસ દરમિયાન તેઓએ રસ્તાની ખરાબ સ્થિતિ જોયા બાદ, તેઓ તમામ કોન્ટ્રાક્ટર્સને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, હલકી ગુણવત્તાવાળા કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટિંગ અને નાણાકીય દંડ સહિત ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. વધુમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, સરકાર આ પ્રકારની રોડની જાળવણીમાં બેદરકારી સહન નહી કરે.

વધુમાં જણાવ્યું હતું કે, “સારુ કામ કરનાર કોન્ટ્રાક્ટર્સને પુરસ્કાર આપવામાં આવશે, અને ખરાબ કરનારઓને સિસ્ટમમાંથી હાંકી કાઢવામાં આવશે,” તેમણે દેશભરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા સુધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા આ આકરુ વલણ અપનાવ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close