ConstructionGovernmentInfrastructureNEWSPROJECTS

અમદાવાદ મેટ્રો ફેઝ-3 માટે 2.45 લાખ ચોરસ મીટર ખાનગી જમીનનું સંપાદન થશે

અમદાવાદ: Built India Media: અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-3 પ્રોજેક્ટના ત્રણ કોરિડોરના નિર્માણ માટે કુલ 58.52 કિમી વિસ્તારમાં 61 અલગ-અલગ સ્થળોએ આશરે 2.45 લાખ ચોરસ મીટર ખાનગી જમીન સંપાદિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ફેઝ-3A, ફેઝ-3B અને ફેઝ-3C એમ ત્રણ વિભાગનો સમાવેશ થાય છે.

ફેઝ-3A હેઠળ થલતેજ ગામથી ગોધાવી સુધી 10.25 કિમી અને ફેઝ-3B હેઠળ શિલજ સર્કલથી બદરાબાદ સુધી 12.53 કિમીનો કોરિડોર બનાવાશે. જ્યારે સૌથી લાંબો 35.74 કિમીનો ફેઝ-3C કોરિડોર એપીએમસીથી શરૂ થઈ પીપળજ, મણિનગર ઈસ્ટ, હાટકેશ્વર સર્કલ, મેઘાણીનગર, વાડજ અને ગુજરાત યુનિવર્સિટી સહિતના વિસ્તારોને જોડીને ફરી એપીએમસી પહોંચશે.

કુલ જમીન સંપાદનમાં ફેઝ-3A માટે 17,370 ચોરસ મીટર, ફેઝ-3B માટે 1,83,383 ચોરસ મીટર અને ફેઝ-3C માટે 44,900 ચોરસ મીટર જમીનની જરૂર પડશે. પ્રોજેક્ટને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની અંતિમ મંજૂરી મળ્યા બાદ ત્રણેય વિભાગ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે. બાંધકામ 2027-28માં શરૂ થવાની અને 2030ની કોમનવેલ્થ ગેમ્સ પહેલાં પૂર્ણ કરવાની યોજના છે.

આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹17,924 કરોડ છે. કેન્દ્ર અને ગુજરાત સરકાર પ્રત્યેક 20% ખર્ચ આપશે, જ્યારે બાકીના 60% એટલે કે ₹10,754.4 કરોડનું ભંડોળ હજુ મેળવવાનું બાકી છે. આ માટે HUDCO સહિતની નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવા અંગે વિચારણા ચાલી રહી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close