GovernmentHousingInfrastructureNEWSPROJECTS

અમદાવાદના ગોધાવી માટે પ્રાથમિક TP સ્કીમ 457ને ગુજરાત સરકારની મંજૂરી

અમદાવાદ: Built India Media: ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે પશ્ચિમ અમદાવાદના ગોધાવી માટેની પ્રાથમિક ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ નં. 457ને મંજૂરી આપી છે. આ સાથે વિસ્તારમાં આયોજનબદ્ધ વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણનો માર્ગ મોકળો થયો છે.

મંજૂર થયેલી સ્કીમ હેઠળ વિવિધ સર્વે નંબરોની જમીનમાં 10% સુધી જમીન કપાત બાદ જમીનમાલિકોને ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જાહેર સુવિધાઓ અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના કેટલાક પ્લોટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

સ્થાનિક સર્વે દરમિયાન TP સ્કીમની હદ બહાર આવેલી કેટલીક જમીનોની વિગતો પણ સામે આવી હતી. સુધારેલા પ્લોટ અને નવા નકશાની વિગતો સંબંધિત કચેરીમાં જાહેર નિરીક્ષણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

TP સ્કીમથી ગોધાવી અને આસપાસના વિસ્તારોમાં રસ્તા તથા અન્ય નાગરિક સુવિધાઓના વિકાસને વેગ મળવાની અપેક્ષા છે. વિસ્તારને KZ3 કેટેગરી હેઠળ રાખવામાં આવ્યો છે, જેમાં રમતગમત પ્રવૃત્તિઓ અને પ્રસ્તાવિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટેની જોગવાઈઓનો સમાવેશ થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close