GovernmentInfrastructureNEWSPROJECTS

ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ટેન્ડર પ્રક્રિયાની સમયમર્યાદા 51થી 66 દિવસ નક્કી કરી

ગાંધીનગર: Built India Media: ગુજરાત સરકારે રોડ, બ્રિજ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ટેન્ડરની પ્રક્રિયા અને મંજૂરી માટે 51થી 66 દિવસની મહત્તમ સમયમર્યાદા નક્કી કરી છે. આ નિર્ણયનો હેતુ પ્રોજેક્ટ્સને ઝડપી વેગ આપવાનો અને વહીવટી વિલંબ ઘટાડવાનો છે.

પ્રી-ક્વોલિફિકેશન વગરના ટેન્ડરમાં માત્ર નાણાકીય બિડની પ્રક્રિયા હોય તો તેને મહત્તમ 51 દિવસમાં, જ્યારે ટેક્નિકલ અને નાણાકીય બિડ સાથે પ્રી-ક્વોલિફિકેશન જરૂરી હોય તેવા ટેન્ડરની સમગ્ર પ્રક્રિયા 66 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.

સરકારે ટેન્ડરની માન્યતા અવધિ પણ 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરી છે. સામાન્ય રીતે વાટાઘાટો ટાળવાની રહેશે અને જરૂરી સંજોગોમાં એકથી વધુ બિડ મળ્યા બાદ વાટાઘાટો કરવી પડે તો તે માત્ર સંબંધિત સક્ષમ સત્તાધિકારીના એક જ સ્તરે કરવાની રહેશે.

નક્કી કરેલી સમયમર્યાદામાં દરખાસ્ત મંજૂર ન થાય તો અધિકારીઓએ વિલંબના કારણો નોંધવાના રહેશે અને જવાબદારી નક્કી કરવામાં આવશે. અધૂરી દરખાસ્તને કારણે વિલંબ થાય તો તેની જવાબદારી દરખાસ્ત રજૂ કરનાર સ્તરની રહેશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close