GIFT City વૈશ્વિક નાણાકીય કેન્દ્રોની રેન્કિંગમાં 37મા ક્રમે

ગાંધીનગર: Built India Media: નવી Global Financial Centres Index (GFCI 40) રેન્કિંગમાં GIFT Cityએ 9 સ્થાનનો સુધારો કરીને વૈશ્વિક સ્તરે 37મું સ્થાન મેળવ્યું છે. ભારતની મુંબઈ પણ 3 સ્થાન આગળ વધીને 49મા ક્રમે પહોંચી છે.
GFCI રિપોર્ટમાં GIFT Cityને આગામી 2થી 3 વર્ષમાં નોંધપાત્ર મહત્વ મેળવનાર વિશ્વના 15 નાણાકીય કેન્દ્રોમાં સ્થાન આપવામાં આવ્યું છે. એશિયા-પેસિફિક ક્ષેત્રના ટોચના 15 નાણાકીય કેન્દ્રોમાં પણ GIFT Cityનો સમાવેશ થયો છે.

GIFT Cityની પ્રગતિ પાછળ કેન્દ્ર અને ગુજરાત સરકારની નીતિ સહાય, IFSCAનું નિયમનકારી માળખું, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને GIFT IFSCમાં વિસ્તરતું નાણાકીય સેવા ક્ષેત્ર મહત્વપૂર્ણ પરિબળો રહ્યા છે.
GFCI 40માં વિશ્વના 139 નાણાકીય કેન્દ્રોનું 144 માપદંડો અને 39,531 નાણાકીય ક્ષેત્રના વ્યાવસાયિકોના મૂલ્યાંકનના આધારે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં ઉભરતી અર્થવ્યવસ્થાઓના નાણાકીય કેન્દ્રોનું વધતું મહત્વ પણ દર્શાવવામાં આવ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



