GovernmentInfrastructureNEWSPROJECTS

ભરૂચ નજીક GIDCની 1,500 એકર જમીન અંગે NCLATનો મહત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદ: Built India Media: નવી દિલ્હીના NCLATએ ભરૂચ નજીક વિલાયત ખાતે આવેલી GIDCની 1,500 એકર જમીન અંગે NCLT દ્વારા મંજૂર કરાયેલ રિઝોલ્યુશન પ્લાન રદ કર્યો છે.

આ જમીન GIDCએ 2007માં ગુજરાત હાઇડ્રોકાર્બન્સ એન્ડ પાવર SEZ લિમિટેડને SEZ વિકસાવવા માટે ફાળવી હતી. કંપની ઇન્સોલ્વન્સીમાં ગયા બાદ Zaveri & Co Pvt Ltdનો રિઝોલ્યુશન પ્લાન મંજૂર થયો હતો, જેમાં જમીનના સબ-પ્લોટિંગ અને સબ-લીઝિંગનો પ્રસ્તાવ હતો.

GIDCએ આ પ્લાન સામે વાંધો ઉઠાવી કહ્યું હતું કે તેની માલિકીની જમીન અંગે તેની મંજૂરી વિના આ પ્રકારનો નિર્ણય લઈ શકાય નહીં અને જમીનનો SEZ દરજ્જો પણ સત્તાવાર રીતે રદ થયો ન હતો. NCLATએ GIDCની દલીલ સ્વીકારીને પ્લાનને “વ્યવહારુ કે સક્ષમ નથી” ગણાવ્યો અને મામલો નવી રિઝોલ્યુશન પ્રક્રિયા માટે Committee of Creditorsને પરત મોકલ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close