ગુજરાતમાં 4 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ સહિત વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

અમદાવાદ: Built India Media: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ અને મુસાફર સુવિધાઓનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.
આ કાર્યક્રમમાં કચ્છના ભીમાસર અને શિવલખા, જૂનાગઢના દેવળિયા તથા બનાસકાંઠાના ચાંદીસર ખાતેના 4 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. જ્યારે મહેસાણાના લિંચ ખાતે નવા GCTનું ખાતમુહૂર્ત કરાશે.

કચ્છના ગોપાલપુર રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ સ્ટેશન શરૂ થવાથી અમદાવાદ-ભુજ તરફની ટ્રેનોને ગાંધીધામ ખાતે એન્જિન બદલવાની જરૂર નહીં રહે, જેથી મુસાફરીનો સમય ઘટશે.
આ ઉપરાંત ભુજ-શાલીમાર એક્સપ્રેસને અંજાર સ્ટેશન પર નવું સ્ટોપેજ અને સોલ્ટ કન્ટેનર ટ્રેનને પણ ફ્લેગ ઓફ કરવામાં આવશે. નવા પ્રોજેક્ટ્સથી ગુજરાતમાં રેલવે ફ્રેઇટ, લોજિસ્ટિક્સ અને મુસાફર કનેક્ટિવિટી વધુ મજબૂત બનવાની અપેક્ષા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



