GovernmentInfrastructureNEWSPROJECTS

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: અંકલેશ્વર-કીમ પેકેજનો મોટો અવરોધ દૂર થવાના આરે

સુરત: Built India Media: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના કીમ-અંકલેશ્વર સેકશનમાં લાંબા સમયથી નડતરરૂપ બનેલો 400 kV ટ્રાન્સમિશન ટાવર હવે દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે. કીમ નજીક પીલુદ્રા ખાતે એક્સપ્રેસવેની એલાઇનમેન્ટમાં આવેલા આ ટાવરને NHAI હટાવી રહ્યું છે.

ટાવર મુખ્ય માર્ગની વચ્ચે હોવાથી વાહનવ્યવહાર માટે કામચલાઉ ત્રણ-લેન ડાયવર્ઝન બનાવવું પડ્યું હતું. હવે જરૂરી ટ્રાન્સમિશન લાઇન શટડાઉન મંજૂરી મળતાં ટાવર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, કામગીરી આવતા એક સપ્તાહમાં પૂર્ણ થવાની શક્યતા છે. ટાવર દૂર થયા બાદ અસરગ્રસ્ત માર્ગનું કામ ઝડપી બનશે અને બંને દિશામાં અલગ-અલગ કેરેજવે શરૂ થઈ શકશે.

કીમ-અંકલેશ્વર પેકેજ-5નો 24.57 કિમીનો આ માર્ગ ખુલ્યા બાદ ભરૂચ-અંકલેશ્વર-સુરત કોરિડોર પર ટ્રાફિકને રાહત મળશે. ખાસ કરીને જૂના નર્મદા બ્રિજ પર ભારે ટ્રાફિક અને સમારકામની સ્થિતિ વચ્ચે એક્સપ્રેસવેની વધારાની ક્ષમતા મુસાફરો તથા માલવાહક વાહનો માટે મહત્વપૂર્ણ બનશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close