GovernmentInfrastructureNEWSPROJECTS
નિર્માણાધીન પ્રોજેક્ટોમાં કન્સ્ટ્રક્શનમાં સલામતી અત્યંત જરુરી, સરકાર કડક પગલાં લે તેવી લોકમાંગ.

ગાંધીનગર: Built India Media: સ્ટેટ કેપિટલ ગાંધીનગરના કૂડાસણમાં એક નિર્માણાધીન કોમર્શિયલ પ્રોજેક્ટ પર બુધવાર રાતે કન્સ્ટ્રક્શન માટેની ક્રેન અચાનક તૂટી જતાં, 15 જેટલા મંજૂરો દબાયા છે. જો કે, હાલ આ તમામ મજૂરોને રેસ્ક્યૂ કરીને, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મીડીયાના અહેવાલ મુજબ, આ ઘટનામાં નિર્માણકર્તાએ કન્સ્ટ્રક્શન અંગેના નિયમોનું પાલન નથી કર્યું તેવી વાત પણ બહાર આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને થતાં, તાબતોડ ઘટનાસ્થળ પર પહોચીને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો અને રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા હતા.

આ પ્રકારની ઘટનાઓ આવનારા દિવસોમાં ના થાય તે માટે રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્યના તમામ મોટાં શહેરોના કોર્પોરેશન તંત્રે તાત્કાલિક પગલાં લેવા જરુરી લાગી રહ્યા છે. હાલ અમદાવાદના પોશ વિસ્તારોમાં પણ રોડની વચ્ચે આવતી અનેક કન્સ્ટ્રક્શન ક્રેન જોવા મળે છે. આવી તમામ ક્રેનો પણ આ પ્રકારના અકસ્માત સર્જી શકે છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક શહેરોના તમામ વિસ્તારોમાં ચાલતા નિર્માણકાર્યોની તપાસ કરે તેવી લોકમાંગ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



