GovernmentHousingInfrastructureNEWSPROJECTS
દેશમાં 27.6 લાખ હોમબાયર્સના નાણાં વિલંબિત પ્રોજેક્ટ્સમાં ફસાયા, ₹12.44 લાખ કરોડ અટવાયા

નવી દિલ્હી: Built India Media: રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ના અમલને 10 વર્ષ પૂર્ણ થયા બાદ હોમબાયર્સની સંસ્થા FPCEના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં આશરે 27.6 લાખ ઘર ખરીદનાર પરિવારોના નાણાં વિલંબિત RERA પ્રોજેક્ટ્સમાં ફસાયેલા છે.
અહેવાલ મુજબ, આ નાણાંની કુલ કિંમત આશરે ₹12.44 લાખ કરોડ છે. કેટલાક પ્રોજેક્ટ્સમાં પૂરતી કાયદાકીય તપાસ વિના સમયમર્યાદા વધારવાથી પ્રોજેક્ટ વિલંબની સમસ્યા ઉકેલાવાને બદલે વધુ લંબાઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

RERA હેઠળ ડેવલપર્સે ઘર ખરીદનારાઓ પાસેથી મળેલી 70% રકમ અલગ બેંક ખાતામાં રાખવાની જોગવાઈ છે, જેનો ઉપયોગ જમીન અને બાંધકામ સંબંધિત ખર્ચ માટે કરવાનો હોય છે. FPCEએ RERAના વધુ કડક અમલ અને સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવા જરૂરી પગલાં લેવા પર ભાર મૂક્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા



