InfrastructureNEWSPROJECTS
સરસપુર-રખિયાલમાં રોડ પહોળો કરવા 83 ગેરકાયદે બાંધકામો દૂર કરાશે

અમદાવાદ: Built India Media: સરસપુર-રખિયાલ વોર્ડમાં ત્રિકમલાલ ચાર રસ્તાથી એવરેસ્ટ ચાર રસ્તા સુધીના 700 મીટરના માર્ગને 30.50 મીટર પહોળો કરવા AMCએ 83 ગેરકાયદે બિનરહેણાંક બાંધકામો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
AMC દ્વારા સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો અને અન્ય બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીથી રોડ પહોળો થતાં વિસ્તારમાં વાહનવ્યવહાર વધુ સરળ બનવાની અને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળવાની અપેક્ષા છે.
સરસપુર-રખિયાલ વિસ્તારમાં રોડ અને અન્ય માળખાકીય સુવિધાઓના વિકાસ માટે AMC દ્વારા અગાઉ પણ વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



