દિલ્હીની ઘટના બાદ અમદાવાદની જૂની ઇમારતોની Structural Safety અંગે સવાલ

અમદાવાદ: Built India Media: દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળની જૂની PG બિલ્ડિંગ ધરાશાયી થતાં 6 લોકોનાં મોતની ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાએ દેશભરમાં જૂની અને જર્જરિત ઇમારતોની Structural Safety અંગે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે.
અમદાવાદના જૂના કોટ વિસ્તાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ વર્ષો જૂના મકાનો અને બિલ્ડિંગો આવેલી છે. સમય જતાં તિરાડો, પાણીનું Seepage, નબળા Slab તેમજ અનધિકૃત બાંધકામ કે ફેરફારોને કારણે આવી ઇમારતોની સલામતી સામે જોખમ ઊભું થઈ શકે છે.

આવી સ્થિતિમાં ગુજરાત રાજ્ય સરકાર, સંબંધિત Nodal Agency અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જૂની ઇમારતોનો તબક્કાવાર સર્વે કરાવી Structural Safety Audit હાથ ધરવો જરૂરી છે.
દિલ્હીની ઘટના અમદાવાદ માટે પણ ચેતવણીરૂપ બની શકે છે, જેથી જૂની ઇમારતોની સલામતી અંગે સમયસર પગલાં લેવામાં આવે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા



