GovernmentInfrastructureNEWSPROJECTS

ગુજરાતના 10 ધાર્મિક-પર્યટન સ્થળોના વિકાસ માટે ₹133.41 કરોડ મંજૂર કર્યા

ગાંધીનગર: Built India Media: ગુજરાત સરકારે રાજ્યના 10 મહત્વપૂર્ણ ધાર્મિક અને પર્યટન સ્થળોના વિકાસ માટે ₹133.41 કરોડ મંજૂર કર્યા છે.ગોંડલ, અંજાર, વાંસદા, કેસરડી અને રૂપાલ સહિતના સ્થળોએ મંદિર વિકાસ, ઘાટ, વોક-વે, લેન્ડસ્કેપિંગ અને અન્ય પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવશે.

આ ઉપરાંત ગ્રેટર ગિર વિસ્તારમાં પર્યટન વિકાસ માટે ₹46.91 કરોડના કામોને મંજૂરી મળી છે. મહેસાણાના તરભ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ મંદિર માટે 100 KW રૂફટોપ સોલાર સિસ્ટમ પણ સ્થાપવામાં આવશે.

વિકાસ કામોથી પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે સુવિધાઓમાં વધારો થવાની સાથે ગુજરાતના પર્યટન ક્ષેત્ર અને સ્થાનિક રોજગારીને વેગ મળવાની આશા છે.આ કામો પૂર્ણ થયા બાદ આ સ્થળોએ મુલાકાતીઓ માટે વધુ સારી અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયાસૌજન્ય- દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close