GovernmentInfrastructureNEWSPROJECTS
મહારાષ્ટ્રમાં Sale Deed સાથે GIS Map જોડાશે

પુણે: Built India Media: ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં પ્રોપર્ટીના Sale Deed સાથે GIS Map જોડવાની યોજના છે. પ્રથમ તબક્કામાં આ વ્યવસ્થા 10 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે.
નવી સિસ્ટમ હેઠળ Sale Deedમાં દર્શાવેલી મિલકતને તેના ચોક્કસ લોકેશન સાથે ડિજિટલ મેપ પર લિંક કરવામાં આવશે. આથી મિલકતની ઓળખ વધુ ચોક્કસ બનશે.

હાલમાં મિલકતની હદ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશા તેમજ નજીકના રસ્તા, ઇમારતો કે સર્વે નંબરના આધારે દર્શાવવામાં આવે છે. નવી GIS સિસ્ટમથી આવી અસ્પષ્ટતા ઘટાડવામાં મદદ મળશે.
GIS આધારિત રજિસ્ટ્રેશનથી બાઉન્ડરી વિવાદ, રેકોર્ડની અસ્પષ્ટતા અને છેતરપિંડી ઘટાડવા, તેમજ ભવિષ્યના પ્રોપર્ટી વ્યવહારોને વધુ પારદર્શક અને ડિજિટલ બનાવવામાં મદદ મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.



