અમદાવાદ, સુરત અને નવસારીની 5 TP સ્કીમમાં ફેરફારને મંજૂરી

ગાંધીનગર: Built India Media: ગુજરાત સરકારે અમદાવાદ, સુરત અને નવસારીની 5 Town Planning (TP) સ્કીમમાં ફેરફાર મંજૂર કર્યા છે. આ ફેરફારોમાં રોડ પહોળા કરવા, અર્બન ફોરેસ્ટ, પાર્કિંગ અને સામાજિક સુવિધાઓ માટે જમીન અનામત રાખવાની જોગવાઈ છે.
અમદાવાદની TP સ્કીમ નં. 67 (હાંસોલ-1) હેઠળ 16,616 ચો.મી. જમીન અર્બન ફોરેસ્ટ માટે અનામત રાખવામાં આવી છે. સાથે અનેક રસ્તાઓ પહોળા અથવા સીધા કરવામાં આવશે અને 9 મીટરનો નવો રસ્તો પણ બનાવાશે.

સિંગરવા TP સ્કીમ નં. 118 હેઠળ 2,148 અને 770 ચો.મી.ના બે ઓપન-સ્પેસ પ્લોટને અર્બન ફોરેસ્ટમાં ફેરવવામાં આવ્યા છે. ત્રણ કોમર્શિયલ પ્લોટને ભેગા કરીને 11,637 ચો.મી.નો કોમર્શિયલ પ્લોટ બનાવવામાં આવ્યો છે.
આ ફેરફારોનો મુખ્ય હેતુ શહેરી વિકાસ સાથે ગ્રીન સ્પેસ, પાર્કિંગ અને સામાજિક સુવિધાઓને પ્રોત્સાહન આપવાનો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દેશગુજરાત



