ઉત્તરપ્રદેશ RERAનો નવો નિયમ: આર્કિટેક્ટ, એન્જિનિયર અને CAના ડિજિટલ સર્ટિફિકેટ કરાયા ફરજિયાત

લખનઉ: Built India Media: UP RERAએ પ્રોજેક્ટની પ્રગતિ અંગે રિપોર્ટિંગની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. હવે ડેવલપર્સે Quarterly Progress Report (QPR) સબમિટ કરતા પહેલાં આર્કિટેક્ટ, એન્જિનિયર અને CAના ડિજિટલ સહીવાળા સર્ટિફિકેટ મેળવવા પડશે. જોકે, હાલ ગુજરાતમાં આ વ્યવસ્થા નથી, જે આવનારા સમયમાં લાગુ થાય તો નવાઈ નહીં.
ઉત્તરપ્રદેશમાં નવા નિયમ મુજબ ત્રણેય પ્રોફેશનલ્સે, પોતાના સર્ટિફિકેટ UP RERA પોર્ટલ પર સીધા સબમિટ કરવાના રહેશે. ત્યારબાદ જ ડેવલપર્સ QPR અપલોડ કરી શકશે. UP RERAના જણાવ્યા મુજબ, ડિજિટલ રીતે પ્રમાણિત માહિતીથી પ્રોજેક્ટની પ્રગતિ અંગેના ડેટામાં પારદર્શિતા અને ચોકસાઈ વધશે.

આ નવી વ્યવસ્થા RERA 2.0 વેબ પોર્ટલ તરફના પરિવર્તનનો ભાગ છે. નવા પોર્ટલના અમલ સુધી હાલની સિસ્ટમ ચાલુ રહેશે. ડેવલપર્સ અને પ્રોફેશનલ્સને નવી પ્રક્રિયા સમજવામાં મદદ મળે તે માટે લખનઉ અને ગ્રેટર નોઈડામાં હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.



