GovernmentNEWS

અમદાવાદના ફૂટપાથને દબાણમુક્ત કરવા ગુજરાત HCમાં PIL

અમદાવાદ: Built India Media: અમદાવાદ શહેરના ફૂટપાથને દબાણમુક્ત રાખવા અને રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શાહપુરના રહેવાસીએ ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરી છે.

અરજદારે AMC, AUDA અને અમદાવાદ પોલીસને શહેરના ફૂટપાથનો વ્યાપક સર્વે કરી, યોગ્ય રીતે ઓળખ અને ડિમાર્કેશન કરીને દબાણો દૂર કરવા દિશાનિર્દેશ આપવાની માંગ કરી છે.

PILમાં શાહપુરના સલાટવાડા વિસ્તારમાં આવેલા ફૂટપાથનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં 15 લોકો દ્વારા કથિત રીતે બાંધકામ કરી ફૂટપાથનો ઉપયોગ અશક્ય બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે.

અરજીમાં વધુમાં જણાવાયું છે કે અમદાવાદના અનેક ફૂટપાથનો ગેરકાયદેસર પાર્કિંગ અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે રાહદારીઓને ટ્રાફિક વચ્ચે રસ્તા પર ચાલવાની ફરજ પડે છે અને તેમની સુરક્ષા જોખમાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close