GovernmentInfrastructureNEWSPROJECTS

Vadodara–Mumbai Expresswayના બાકી કામ માટે ₹873.62 કરોડનું ટેન્ડર

વલસાડ: Built India Media: દક્ષિણ ગુજરાતમાં નિર્માણાધીન Vadodara–Mumbai Expresswayના Karvad–Jujuwa સેકશનના બાકી કામને પૂર્ણ કરવા NHAIએ ₹873.62 કરોડનું EPC ટેન્ડર બહાર પાડ્યું છે.

આ પ્રોજેક્ટ હેઠળ Km 128.0થી Km 154.6 સુધીના 8-લેન, access-controlled expresswayનું બાકી બાંધકામ પૂર્ણ કરવામાં આવશે. કામ Engineering, Procurement and Construction (EPC) મોડમાં હાથ ધરાશે અને તેને પૂર્ણ કરવા માટે 540 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

અગાઉના કોન્ટ્રાક્ટમાં કામની ગતિ ધીમી રહેતા હવે NHAI દ્વારા fresh bidding કરવામાં આવી છે. નવા કોન્ટ્રાક્ટરને બાંધકામ પૂર્ણ કર્યા બાદ 10 વર્ષ સુધી મેન્ટેનન્સની જવાબદારી પણ નિભાવવી પડશે.

આ એક્સપ્રેસવે દક્ષિણ ગુજરાતની કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ નેટવર્કને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સાથે જ વલસાડ અને આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ, લોજિસ્ટિક્સ અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટને વેગ મળવાની શક્યતા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close