અમદાવાદ એરપોર્ટથી 15 આંતરરાષ્ટ્રીય સ્થળોની કનેક્ટિવિટી સરળ બનશે

અમદાવાદ: Built India Media: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર Hub-and-Spoke મોડલ શરૂ કરવામાં આવ્યું છે. આ મોડલથી અમદાવાદના મુસાફરોને દિલ્હી મારફતે આશરે 15 આંતરરાષ્ટ્રીય સ્થળો સુધી વધુ સરળતાથી મુસાફરી કરવાની સુવિધા મળશે.
હાલ અમદાવાદથી દિલ્હી માટે સવારે અને સાંજે બે ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા મુસાફરોની બેગેજ હેન્ડલિંગ અને ઈમિગ્રેશન પ્રક્રિયા અમદાવાદમાં જ કરવામાં આવશે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું કે અમદાવાદની વધતી એર કનેક્ટિવિટીથી હોસ્પિટાલિટી, ટેક્સટાઇલ, ફાર્મા, જેમ્સ-જ્વેલરી, એન્જિનિયરિંગ, સેમિકન્ડક્ટર અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોને પણ વેગ મળશે.
2030ના કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં લેતા અમદાવાદ માટે આ વધેલી એર કનેક્ટિવિટી વધુ મહત્વપૂર્ણ બની રહેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.



