GovernmentHousingInfrastructureNEWSPROJECTS

રોડ પહોળો કરવાની કામગીરી: ભાડૂતોને યોગ્ય વળતર આપવા ગુજરાત HCનો આદેશ

અમદાવાદ: Built India Media: સારંગપુરમાં રોડ પહોળો કરવાની AMCની કામગીરીથી અસરગ્રસ્ત મિલકતના કબજેદારોના સ્થિતિની તપાસ કરી કાયદા મુજબ વળતર ચૂકવવા ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યો છે.

AMCની નોટિસ સામે હાઈકોર્ટમાં પહોંચેલા રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેઓ 50 વર્ષથી વધુ સમયથી ભાડેથી મિલકતમાં રહે છે. AMCએ દલીલ કરી હતી કે અરજદારો મિલકતના માલિક નહીં પરંતુ માત્ર કબજેદારો છે અને વળતર માલિકોને ચૂકવવામાં આવશે.

કોર્ટે નોંધ્યું કે માત્ર મિલકતના રેકોર્ડમાં મૂળ માલિકનું નામ હોવાથી લાંબા સમયથી રહેતા ભાડૂતોને વળતરથી વંચિત કરી શકાય નહીં. AMCએ માલિક અને અરજદારોની રજૂઆત સાંભળીને તેમની સ્થિતિની યોગ્ય તપાસ કર્યા બાદ કાયદા મુજબ વળતર ચૂકવવું પડશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close