GovernmentInfrastructureNEWSPROJECTS

અમદાવાદમાં ₹364 કરોડનો ફોર-લેન ROB-કમ-એલિવેટેડ કોરિડોર બનશે

અમદાવાદ: 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ વચ્ચે AMCએ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપ્યો છે. સરખેજ સર્કલથી ન્યૂ રિંગ રોડ સુધી ₹364.44 કરોડના ખર્ચે ફોર-લેન ROB-કમ-એલિવેટેડ કોરિડોર બનાવવાની યોજના છે

આ પ્રોજેક્ટથી સરખેજ સર્કલ, L.J. સર્કલ અને સાણંદ જંક્શન તરફની ટ્રાફિક કનેક્ટિવિટી સુધરશે. આશરે 1.55 કિમી લાંબો કોરિડોર અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પરના લેવલ ક્રોસિંગને દૂર કરશે, જેથી વાહનોને રેલવે ફાટક પર રોકાવું નહીં પડે.

પ્રોજેક્ટમાં SG હાઈવે પર 150 મીટરનો બોસ્ટ્રિંગ પ્રકારનો સ્ટીલ બ્રિજ અને રેલવે લાઇન ઉપર 52.08 મીટરનો સ્ટીલ બ્રિજ બનાવાશે. બાંધકામ દરમિયાન ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટ્રાફિક માર્શલ અને સેફ્ટી એન્જિનિયરની પણ નિમણૂક કરાશે.

EPC ધોરણે હાથ ધરાનારા આ પ્રોજેક્ટને 39 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. AMCનો પ્રયાસ છે કે 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલાં કામ પૂર્ણ થઈ જાય.

ટીમ બિલ્ટ ઈન્ડિયાસૌજન્ય- દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close